Pages

Monday, November 5, 2018

શિયાળાના આગમનની સાથે ધ્યાનમાં રાખવાની બાબતો

જય ધન્વન્તરિ !

 


ધનવંતરિ ત્રયોદશી  (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !

 

આયુર્વેદ ટિપ્સ -

 

❄કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

 

☸ જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.

 

☸ ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફાળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.

 

☸ દિવાળીના આ દિવસોમાં ફટાકડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું.

 

☸ મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.

 

☸ તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.

 

☸ નાનાં બાળકોને બાલચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં.

 

☸ છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાયના ઘીના ટીંપા નાકમાં નાંખવા.

 

☸ આમવાત/સંધિવાત - સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.

 

☸ સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.

 

☸ આપની આયુર્વેદિક દવાઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.

દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો.

 

☸ આમવાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.

 

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

·         Gujarati Tips - https://t.me/ayutipsguj

·         Hindi Tips - https://t.me/ayutipshindi

·         English Tips - https://t.me/ayutipseng

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

Online Appointment http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com