Pages

Thursday, January 24, 2019

વધતી ઉંમરને કારણે થતી સમસ્યાઓ જેવી કે શ્વાસ ચડવો, પેશાબની તકલીફ, સાંધાનો દુઃખાવો, ઊંઘ ન આવવી.


ઉંમરના કારણે એવું લાગે છે કે ફેફસાની કાર્યશક્તિ ઓછી થઈ છે અને તેને કારણે થોડું પણ જો ચાલવામાં આવે તો શ્વાસ ચડે છે. અને તરત જ બેસી જવું પડે છે.

હમણાં મારે બીજી તકલીફ એ શરૂ થઇ છે કે પેશાબ કરવા વારંવાર જવું પડે છે. બાથરૂમ સુધી પહોંચવામાં જો થોડું પણ મોડું થાય તો ક્યારેક કપડા બગડી જાય છે.

તેની સાથે જ પગ ઉપર પણ સોજા ચડવા લાગ્યા છે. કયારેક તે મોં પર પણ દેખાય છે.

આટલી ઉંમર પછી સાંધામાં તકલીફ થાય તે તો સ્વાભાવિક જ છે, દુઃખાવો એટલો હજુ નથી થતો પણ ચાલવાથી કે પગ હલાવવાથી પગના ધુંટણમાં અવાજ આવે છે.

ઘણી બધી વિલાયતી દવાઓ લીધી હોવા છતાં પણ કંઇ ફરક પડતો નથી. રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. યોગ્ય અને આડઅસર વિનાની આયુર્વેદ સારવાર જણાવશો.

 

Bottom of Form

 

Answer :

આપની વધતી જતી ઉંમરને કારણે થયેલી બધી સમસ્યાનો ઉકેલ આયુર્વેદ થકી કોઇપણ પ્રકારની આડઅસર વગર આપ મેળવી શકો છો.

સામાન્ય સંજોગોમાં માત્ર ફેફસા નહિં પણ હ્રદય પન નબળું પડવાને કારણે તમને શ્વાસની સમસ્યા થઇ શકતી હોય છે, વળી વારે-વારે પેશાબ ની સમસ્યા પ્રોસ્ટેટ વધવાને કારણે થતી હોય છે અને સાંધાના ઘસારાની સારવાર પણ સાથે સૂચવું છું.

આપ નીચે પ્રમાણે સારવાર ચાલુ કરશો.

. અશ્વગંધા ટેબલેટ બે ગોળી ત્રણ વાર દૂધ સાથે.

. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે ચાટવું.

. ગોક્ષુરાદિ ગુગળ - ગોળી બે વાર

. પુનર્નવાષ્ટક ઘનવટી - ગોળી ત્રણ વાર

. આભાદી ટેબલેટ ગોળી બે વાર

. હ્રદયરોગહર ટેબલેટ ગોળી સવાર સાંજ લેવી.

. વિટાયુ સીરપ ૧૦ મિલિ રાત્રે સૂતી વખતે લેવુ

સાદો આહાર લેવો અને બજારના નાસ્તા બંધ કરવા

દહીં લેવું.

સવારે યોગ અને પ્રાણામ કરવા.

ફળોનું નિયમિત સેવન કરવું.

નાળીયેરનું પાણી દિવસમાં એક વાર લેવું.

વ્યસનથી દૂર રહેવું.

ખૉટી ચિંતા કરવી.

જો આપ નજીકના સારા પંચકર્મ સેન્ટર પર જઇ શકો તો નીચેની સારવાર આપને વધારે લાભ આપશે.

. શિરોધારા

. બસ્તિ કર્મ

. જાનું બસ્તિ


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

No comments:

Post a Comment